સોમવાર, 20 ફેબ્રુઆરી, 2012

''ગાગરમાં સાગર'' એટલે ''કહેવત''


''ગાગરમાં સાગર'' એટલે ''કહેવત''


બાળકોની ગામના વડીલો સાથે વાતો-પ્રા.શા. જોગણ

                આપણી માતૃભાષાની  સમૃદ્ધિ  ઘણી  વિશાળ છે. તેમાં'ય કહેવતોની તો વાત' જ નિરાળી છે. કંઈ કેટલાયે અનુભવોને આધારે એક કહેવતનો જન્મ થતો હોય છે. કહેવતને આપણું ટુકમાં ટુકું - ટચૂકડું કાવ્ય કહી શકાય. કહેવતને  આપણા વડવાઓ થકી સિદ્ધ થયેલો એક જીવનમંત્ર    પણ કહી શકાય. કેમ કે તેમાંથી આપણને જીવન જીવવાનું દિશાસુચન મળે છે. અનેક અનુભવોના નિચોડના આધારે આ કહેવત બનતી હોવાથી તે પોતે સ્વયમ સિદ્ધ છે. ગાગરમાં સાગર જેવી અને સચોટ હોય છે.

    આપણી ભવિષ્યની પેઢી સમાં નાનાં-નાનાં બાળકો, તથા વિદ્યાર્થીઓમાં આવી કહેવતો થકી, મૂલ્ય શિક્ષણને મઠારીને, સંસ્કાર ઘડતરને  વધુ મહત્વ આપીને અપેક્ષિત ઘડતર કરી શકાય એ હેતુને ધ્યાને રાખીને કેટલીક કહેવતોનું સંકલન કરીને અહી રજુ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. મને પૂરે-પૂરી આત્મશ્રધ્ધા અને સાથે - સાથે દૃઢ વિશ્વાસ પણ છે, કે આપ સૌને આ ગમશે, અને આપ તેનો ઉપયોગ કરીને આપણા શિક્ષણ કાર્યને વધુ અસરકારક બનાવશો અને તમારા વિદ્યાર્થીઓના દિલમાં અનન્ય સ્થાન મેળવવાની જરૂરથી કોશિશ કરશો એવી અપેક્ષા સહ...........

સામાજિક લોકબોલી અને તળપદી કહેવતો 
  • હૈયામાં હામ તો સહેલું બને કામ.
  • અધુરો ઘડો છલકાય.
  • ખાલી ચણો વાગે ઘણો.
  • ખોટો રૂપિયો ખખડે ઘણો.
  • વાઘ મારે જમાદાર ને ફોટો પડાવે ફોજદાર. 
  • ખોદે ઉંદર ને ભોગવે ભોરીંગ.
  • માર ખાય માંકડું ને માલ ખાય મદારી. 
  • પારકા રોટલે જાડી કોર. 
  • પારકા ભાણે મોટો લાડું. 
  • જણનારીમાં જોર નહી, તો દાયણનો શો દોષ ? 
  • ઠોઠ નિશાળીયાને વરતણાં ઘણાં.
  • ઘોડો ઘાસથી દોસ્તી કરે તો ખાય શું?
  • દયા ડાકણને ખાય.
  • ખિસ્સાં ખાલી ને ભપકા ભારી.
  • માં માટે આવતો ને પત્ની માટે લાવતો. 
  • ઉતાવળે કંઈ આંબા પાકે? 
  • કજિયાનું મોં કાળું.
  •  ભોંય પડ્યો પોદળો માટી  લઈને ઉખાડે.
  • તરણા ઓથે ડુંગર એને કોઈ દેખે નહી.
  • સંઘમાં ડોશી પોષ. (સંઘમાં ડોશી પોષાય.)
  • ઘઉં ભેળા કાંકરાનો ભાવ ઉપજી જાય. 
  • આંબે મોર ને કલ્યાણે લેખાં.
  • જેની લાઠી તેની ભેંસ.
  • મારે તેની તલવાર.
  • બળીયાના બે ભાગ. 
  • બિલાડીની કોટે ઘંટડી કોણ બાંધે?
  • વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે. 
  • ઢીચણ તો હમેશાં પેટ બાજુ જ વળે.
  • જેનું તે તેનું ને વગર પાણીએ (ભીનું) ભેનું.
  • નબળા ધણીએ બાયડી શૂરી.
  • લગન કરે લાલીને ને વહાલ કરે વાલીને.
  • સોડ પ્રમાણે સાથરો તાણવો. 
  • પછેડી પ્રમાણે પગ લંબાવવા.

      





બુધવાર, 28 ડિસેમ્બર, 2011

Expozer Visit ( CRC Khadana)





















   

 ધોરણ ૫ થી ૭ માં અભ્યાસ કરતી બાલિકાઓની અક્સ્પોઝ્રર વિઝીટ કરાવવામાં આવી તેની  તસ્વીરો.  

Posted by Picasa



 બાળકોને   કેવી રીતે અંગ્રેજી શીખવીશું ?

                          અંગ્રેજીના જાણકાર શિક્ષ્ક જ 



શુક્રવાર, 23 ડિસેમ્બર, 2011

Meena Cabinet

સીઆરસી ખાડાના    તાલુકો પેટલાદ જી : આણંદ
શ્રી. સી.વી. પટેલ પે સેન્ટર પ્રાથમિક શાળા , ખાડાના


મંગળવાર, 20 ડિસેમ્બર, 2011

praveshotsav


સી.આર. સી. ખાડાના  તા. પેટલાદ,  જી. આણંદ    પ્રવેશોત્સવ 


સી.આર. સી. ખાદાનાની  શાળાઓ માં ચાલતી અન્ય પ્રવૃત્તિના ફોટા 




praveshotsav


સી.આર. સી. ખાડાના  તા. પેટલાદ,  જી. આણંદ    પ્રવેશોત્સવ 



સી.આર. સી. ખાદાનાની  શાળાઓ માં ચાલતી અન્ય પ્રવૃત્તિના ફોટા 

શુક્રવાર, 16 ડિસેમ્બર, 2011

One Click Please

સી.આર.સી. ખડાણા , તા. પેટલાદ , જી. આણંદ  



પ્રવેશોત્સવ  કાર્યક્રમની ઝલક 


એક્સપોઝર વિઝીટ